આજે મહાન હૉકી ખેલાડીના જન્મદિને ‘રાષ્ટ્રીય ખેલ દિવસ' ઉજવવામાં આવે છે...

ભારતીય હૉકીના જાદુગર મેજર ધ્યાનચંદનો જન્મ 1905ની 29મી ઓગસ્ટે થયો હતો

તેમણે ભારતને ત્રણ ઑલિમ્પિક ગોલ્ડ મેડલ અપાવ્યા હતા... 1928માં, 1932માં અને 1936માં

ઑલિમ્પિક ગેમ્સમાં ભારત હૉકીના સૌથી વધુ આઠ સુવર્ણ ચંદ્રક જીત્યું છે.

1975માં ભારત ફાઈનલમાં પાકિસ્તાનને પછાડીને હૉકીનો વર્લ્ડ કપ જીત્યું હતું

સૌથી વધુ સફળતા હૉકીએ અપાવી છે, પણ દેશમાં દાયકાઓથી ક્રિકેટની રમત સૌથી લોકપ્રિય છે

મેન્સ હૉકી ટીમે 2021ની અને 2024ની ઑલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને મોટું ગૌરવ અપાવ્યું