પહાડો પર પથ્થરો લઈ જતા પાકિસ્તાનના ક્રિકેટરો
પાક ક્રિકેટ ટીમના ખેલાડીઓ જુનમાં યોજાનારા T-20 વર્લ્ડ કપ માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે
પાકના બેટ્સમેનથી માંડીને બોલર સુધીના બધા જ ખેલાડીઓ સેનાના જવાનોની સાથે અલગ અલગ જગ્યાએ પરસેવો પાડી રહ્યા છે
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં પાકિસ્તાની ક્રિકેટરો પહાડો પર પથ્થરો લઈને જતા જોવા મળે છે
વીડિયોમાં મહમદ રિઝવાન થી લઈને બોલર નસીમશાદ સુધીના દરેક લોકો પથ્થરો લઈને જઈ રહ્યા છે
આ સમયે આર્મીના જવાનો બંદૂકો સાથે સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે
સોશિયલ મીડિયા યુઝર્સેની કમેન્ટઃ એક યુઝરે કહ્યું તમારે વર્લ્ડ કપ જીતવાનો છે, યુદ્ધ નહીં
બીજા યુઝર્સે મજાકમાં પૂછ્યું, 'ભાઈ તમને કેટલું વેતન મળે છે?'
એક યુઝરે કહ્યું 'કાશ્મીરમાં પથ્થરો સપ્લાય કરવાની ટ્રેનિંગ ચાલી રહી છે.'
પાક ક્રિકેટ ટીમ બે અઠવાડિયાથી કાકોલીની આર્મી સ્કૂલ ઓફ ફિઝિકલ ટ્રેનિંગમાં ટ્રેનિંગ લઈ રહી છે
અહેવાલો અનુસાર આ તાલીમ આઠ એપ્રિલ સુધી ચાલશે