Kuno National Parkમાં ત્રણ દિવસ સુધી થઈ Mother's Dayની ઊજવણી

આજે આખી દુનિયા International Mother's Dayની ઉજવણી કરાઈ રહી છે

ત્યારે Kuno National Park પણ એમાંથી બિલકુલ બાકાત નથી 

Kuno National Parkમાં માદા Cheetah Gamini અને એના ત્રણ બચ્ચાઓએ પણ પાર્કમાં મધર્સ ડેની ઊજવણી કરી હતી 

અધિકારીઓ દ્વારા શનિવારે મધર ચિતા ગામિનીની શોર્ટ મૂવી રિલીઝ કરી હતી 

આ વીડિયોમાં માદા ચિત્તા ગામિની અને એના બચ્ચાઓ મોજ-મસ્તી કરતાં જોવા મળી રહ્યા છે

Kuno National Parkએ ગુરુવારે માદા ચિત્તા આશા, શુક્રવારે જ્વાલા અને શનિવારે ગામિનીનો વીડિયો શેર કર્યો હતો

આ વીડિયોના માધ્યમથી એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે માદા ચિત્તા એક માતાની ફરજ કઈ રીતે બજાવી રહી છે

વીડિયોમાં માદા ચિતા પોતાના બચ્ચાની દેખરેખ કરી રહી છે

અને જંગલમાં સર્વાઈવ કરવા માટે આવશ્યક તમામ સ્કીલ શિખવાડી રહી છે...

ભારતમાં ચિત્તા નાબૂદ થઈ ગયા હતા, પીએમ મોદીએ પ્રોજેક્ટ ચિત્તા અંતર્ગત નામ્બિયા અને સાઉથ આફ્રિકાથી ચિત્તા મંગાવ્યા હતા