...તો 160થી શરૂ થશે Mobile Number!

જી હા, નજીકના સમયમાં જ મોબાઈલ નંબર 160થી શરૂ થશે

સતત વધતા જઈ રહેલાં સ્કેમને રોકવા માટે સરકાર અલગ અલગ પગલાં લઈ રહી છે

અને આ પગલાંના ભાગરૂપે જ આ નિર્ણય લેવાયો છે. ટૂંક સમયમાં જ ટેલિકોમ વિભાગ નંબરની નવી સિરીઝ જાહેર કરશે

આ નવી સિરીઝ નોર્મલ નંબર કરતાં એકદમ અલગ હશે. ફ્રોડ રોકવા માટે સરકાર 160 પ્રી-ફિક્સથી શરૂ થતા નંબર જારી કરશે

આ નંબર સરકારી કોલ્સ, રેગ્યુલેટર અને ફાઈનાન્શિયલ ઈન્ટિટીઝ માટે રહેશે, જેની શરુઆત 160ABCXXXથી થશે

આ નવી સિરીઝમાં AB ટેલિકોમ સર્કલનો કોડ હશે, જેમ દિલ્હી માટે 11 અને મુંબઈ માટે 22 હોય છે

જ્યારે C ટેલિકોમ ઓપરેટરનો કોડ હશે અને XXXમાં 0થી 9 સુધીના નંબર હશે

RBI, SEBI, PERDA અને IRDA જેવા ઓથોરિટીઝના નંબર 160ABCXXX ફોર્મેટમાં રહેશે. આ નંબરને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે જેથી લોકો ઓળખી શકે

સરકાર દ્વારા આ પગલું સ્કેમ અને ફ્રોડને રોકવા માટે લેવામાં આવ્યું છે

છેલ્લાં કેટલાક સમયથી ફોનની મદદથી થતાં ગુનાઓના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે