દર વર્ષે ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્થીના ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે
આજના દિવસે અનેક લોકો પોતાના ઘરે બાપ્પાની મૂર્તિની સ્થાપના કરે છે અને પૂજા અર્ચના કરે છે
દર વર્ષે મુંબઈ સહિત દેશભરમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે
પણ ખૂબ જ ઓછા લોકોને એ વાતની જાણ હોય છે કે ગણેશ ચતુર્થીની રાતે અમુક ઉપાયો કરવાથી બાપ્પાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે
આજે અમે અહીં તમને એવા ઉપાય વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ
11 દૂર્વાની સળી અને હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધીને અનંત ચતુર્દશી સુધી તેની પૂજા કરીને તિજોરીમાં મૂકી દો
* આ ઉપાય કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને તિજોરી પૈસાથી છલકાય છે
ગણેશજી પ્રતિમા સામે ગણેશ ચતુર્થીની રાતે 11 દિપક પ્રગટાવો અને તેને મૂર્તિની ચારે બાજુ મૂકી દો
આ ઉપાય કરવાથી મનની તમામ ઈચ્છા પૂરી થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે
આ સિવાય ગણેશજીને આજની રાતે પીળા લાડુ કે પીળા મોદકનો ભોગ લગાવો, જેને કારણે જીવનમાં આવી રહેલી બાધા દૂર થાય છે