સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ...
આપણામાંથી ઘણા લોકો સાથે એવું બન્યું હશે કે સામે ઊભા છતા પણ દૂધ ઉભરાઈ જાય છે
દૂધ ઢોળાયા બાદ ગેસ, પ્લેટફોર્મ વગેરેને સાફ કરતાં કરતાં નામે દમ આવી જાય છે
આ એક યુનિવર્સલ સમસ્યા છે અને આ સમસ્યાના ઉકેલ વિશે આજે આપણે અહીં વાત કરીશું.
અહીં કેટલીક એવી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી દૂધ ક્યારેય નહીં ઊભરાય
જ્યારે પણ દૂધ ગેસ પર ગરમ કરવા મૂકો ત્યારે તેમાં એક ચમચો નાખી રાખો, જેથી વરાળને નીકળી જશે, અને દૂધ નહીં ઉભરાય..
આ ઉપરાંત દૂધને ગરમ કરવા ગેસ પર રાખો ત્યારે પહેલાં વાસણમાં ઘી કે માખણ લગાવો, ચિકાશને કારણે દૂધ ઉકળશે નહીં અને ઉભરાશે પણ નહીં
દૂધને ગરમ કરવા મૂકો ત્યારે તેમાં એક લાકડાનો સ્પેચ્યુલા કે વેલણ નાખી દો, આ ઉપાય કરવાથી પણ દૂધ નહીં ઊભરાય
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે દૂધને ટોપમાં કાઢો એ પહેલાં એક-બે ચમચી પાણી એડ કરો અને પછી દૂધને ગરમ કરવા રાખો
તમે પણ આ ટિપ્સ ફોલો કરીને જુઓ કે આમાંથી તમારા માટે કઈ કારાગર ટિપ્સ છે...