સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?

ઘણા લોકો નૉન-સ્ટીક વાસણોને હેલ્થ માટે નુકસાનકારક માને છે

જ્યારે બીજી બાજુ સાદા વાસણોમાં વસ્તુઓ ચોંટી જવાની સમસ્યા પણ સતાવે છે

ઘરમાં સ્ટીલ, એલ્યુમનિયમ કે લોઢાના વાસણો વાપરતા લોકો માટે આ છે ઉપાય

એલ્યુમિનિયમના વાસણોને નૉન-સ્ટીક બનાવવા કરો મીઠા(નમક)નો ઉપયોગ

પહેલા વાસણને એકદમ ગરમ કરો અને તેમાં મીઠું નાખી બધી બાજુ ફેરવો

જ્યાં સુધી મીઠું હલકુ લાલ ન થાય ત્યાં સુધી કરો, ત્યારબાદ બનાવો રસોઈ

સ્ટીલના વાસણને પણ ગરમ કરો અને પછી કાંદો વચ્ચેથી કાપી ચારેબાજુ લગાવો

ત્યારબાદ વાસણનો ઉપયોગ રસોઈ માટે કરો

લોઢાની કઢાઈ કે તપેલીને એકદમ ગરમ કરી તેમાં બે ચમચી તેલ નાખો

તેલને સાફ કપડાથી આખી કઢાઈ કે તવામાં ફેલાવી દો

આ તમામ ટીપ્સ તમારા સાદા વર્ષોજૂના વાસણોને નૉન-સ્ટીક બનાવી દેશે