આ છે IPL-Finalમાં Lowest Score બનાવનાર ટીમો...

IPL-2024 ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે કોલકતા નાઈટ રાઈડર્સને 113 રનનું ટાર્ગેટ આપ્યો હતો

ફાઈનલના હિસાબે આ ટાર્ગેટ ચોક્કસ જ ઓછો હતો અને KKRએ 10 ઓવરમાં જ આ ટાર્ગેટ અચિવ પણ કરી લીધો હતો

જોકે, આ પહેલી વખત નથી થયું કે આ રીતે કોઈ ટીમે આઈપીએલના ઈતિહાસમાં ફાઈનલમાં લોએસ્ટ સ્કોર બનાવ્યો હોય

આ પહેલાં પણ આવું બની ચૂક્યું છે ચાલો એક નજર કરીએ આઈપીએલના ફાઈનલમાં થયેલાં લોએસ્ટ સ્કોરના ઈતિહાસ પર..

2009માં ડેક્કન ચાર્જર્સે 2009માં ફાઈનલમાં 143 રનનો ટાર્ગેટ સામેની ટીમને આપ્યો હતો

ત્યાર બાદ 2013માં મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં સીએસકે સામે 148 રન જ બનાવી શક્યું હતું

2017માં મુંબઈ ઈન્ડિયન્સે રાઈસિંગ પૂણે સુપેરગિયન્ટ્સ ને 129 રનનો ટાર્ગેટ આપ્યો હતો

2019માં મુંબઈ ઈન્ડિયન્સ ફાઈનલમાં સીએસકે સામે 149 રન બનાવી શક્યું હતું

2020માં દિલ્હીની ટીમે ફાઈનલમાં મુંબઈ સામે 156 રન બનાવવામાં સફળ રહી હતી

2022માં રાજસ્થાન રોયલ્સે ફાઈનલમાં ગુજરાતની ટીમને જિતવા માટે 130 રનનું ટાર્ગેટ સેટ કર્યો હતો