ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી

રશિદ ખાન ટેસ્ટમાં સુકાની પદ સંભાળનાર સૌથી યુવા ખેલાડી છે. તેણે 20 વર્ષ 350 દિવસની ઉંમરે ટેસ્ટમાં સુકાની પદ મેળવ્યું હતું.

ઝિમ્બામ્વેના પૂર્વ કેપ્ટન તટેન્ડા તૈબુએ 20 વર્ષ 358 દિવસની ઉંમરે કપ્તાની મેળવી હતી

ભારતના નવાબ પટોડીએ 21 વર્ષ 77 દિવસની ઉંમરે ટેસ્ટમાં કપ્તાની કરી હતી

પાકિસ્તાનનો દિગ્ગજ બોલર વકાર યુનુસ પણ નાની ઉમરમાં (22 વર્ષ 15 દિવસ) કેપ્ટન બન્યો હતો.

ટેસ્ટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટન ગ્રીમ સ્મિથે 22 વર્ષ 82 દિવસની ઉંમરે કપ્તાની સંભાળી હતી

શાકિબ અલ હસનને 22 વર્ષ 115 દિવસની ઉંમરે બાંગ્લાદેશે કપ્તાની સોંપી હતી.

ઇયાન ક્રેગે 1957માં 22 વર્ષ 194 દિવસની ઉંમરે ઑસ્ટ્રેલિયાની કપ્તાની કરી હતી

જાવેદ મિયાંદાદે 22 વર્ષ 260 દિવસની ઉંમરે પાકિસ્તાનની કપ્તાની સંભાળી હતી

દ. આફ્રિકાએ મુરે બિસેટને (22 વર્ષ 306 દિવસ)ને નાની ઉંમરે કપ્તાની સોંપી હતી.

બાંગ્લાદેશના મોહમ્મદ અશરફૂલને 22 વર્ષ 353 દિવસની ઉંમરે કપ્તાની મળી હતી.