તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુ માટે વપરાતા ઘીમાં ભેળસેળના અહેવાલોથી આખો દેશ હચમચી ગયો છે.
સ્વાસ્થ્યવર્ધક ઘી ખાવાનું શાસ્ત્રોમાં પણ કહેવાયું છે ત્યારે તમારા ઘરે આવતું ઘી શુદ્ધ છે કે નહીં તે ચકાસવાની ટીપ્સ તમને આપીએ છીએ.
ઘીની સોડમ જ તેની ઓળખ છે. અસલી દાણેદાર ઘી નહીં હોય તો તેમાંથી આવતી સુગંધ પણ સિન્થેટિક લાગશે
ઘીને તમે ફ્રીજમાં મૂકી દો. જો તે શુદ્ધ હશે તો તે એકસરખું જામી જશે, નહીં હોય તો તેના લેયર થશે અને તે બરાબર જામેલું દેખાશે નહીં
શુદ્ધ ઘી ફટાફટ ઓગળી જાય છે અને ગરમ કરો તો તેનો રંગ લાઈટ બ્રાઉન થાય છે જ્યારે ભેળસેળવાળું ઘી ગરમ કરતા પીળું દેખાય છે.
હૂંફાળા પાણીમાં ઘીની એક ચમચી ઉમેરો. શુદ્ધ ઘી પળવારમાં મિક્સ થઈ ઉપરની બાજુ લેયર બનાવી લેશે
પીગળેલા ઘીમાં આયોડીન ઉમેરો. જો તે ઘી પર્પલ કલરનું થવા માંડે તો સમજો કે તેમાં સ્ટાર્ચ છે અને તે ભેળસેળવાળું છે.
એક બોટલમાં ઘી ભરો અને તેમાં ખાડ ઉમેરો ને થોડીવાર હલાવો. જો બોટલમાં નીચે લાલ કલર દેખાય તો ઘીમાં વેજીટેબલ ઓઈલ મિક્સ થયું છે.
ઘીને તમારા હાથ કે પગ પર લગાવો. શુદ્ધ ઘી મિનિટોમાં શોષાઈ જશે જ્યારે અશુદ્ધ ઘી ચમાડીમાં પર ચિકાસ છોડશે.