કલર્સ ચેનલ આવતા કુકીંગ શો લાફ્ટર શેફ હાલમાં ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે
આ જ શોના સેટ પર દિગ્ગજ કોમેડિયન સુદેશ લહેરીએ તેમનાથી 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે એવી હરકત કરી હતી કે સૌ ચોંકી ગયા હતા
શોમાં સુદેશ લહેરી એક્ટ્રેસ નિયા શર્માના કુકિંગ પાર્ટનર છે
બંનેની ઉંમર વચ્ચે 22 વર્ષનો ફરક છે, શોમાં તો સુદેશ નિયાને અવાર નવાર છેડતા હોય છે
એક્ટ્રેસ સાથે ફલર્ટ કરવાનો એક પણ મોકો સુદેશ લહેરી છોડતા નથી, ફેન્સને બંનેની આ મીઠી નોંકઝોક ખૂબ જ પસંદ આવે છે
શોના અપકમિંગ પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે સુદેશ લહેરી સેટ પર જ બધાની હાજરીમાં નિયા માટેની પોતાની ફિલિંગ એકસપ્રેસ કરે છે
એટલું જ નહીં પણ તેઓ નિયાને પ્રપોઝ પણ કરે છે
સેટ પર હાજર તમામ લોકો સુદેશનો આ દિલફેંક અંદાઝ જોઈને હુટિંગ કરે છે
સામે પક્ષે નિયા પણ હાર્ટ ઈમોજીવાળું રીએકશન આપીને સુદેશને ખુશ કરે છે
નિયા અને સુદેશની આ ક્યુટ કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે અને ટીઆરપીમાં પણ આ શો ટોપ પર છે