બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે

બોલીવૂડના સેલેબ્સ પ્રોફેશનલ લાઈફની જેમ જ પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે

જોકે, સોશિયલ મીડિયાના આજના જમાનામાં સેલેબ્સની પર્સનલ લાઈફ પર્સનલ રહેતી જ નથી

ફેન્સ પોતાના ફેવરેટ સ્ટાર્સ વિશે બધું જાણી લેવા ખૂબ જ ઉત્સુક હોય છે

પણ શું તમને તમારા ફેવરેટ સ્ટારનું નિક નેમ ખબર છે?

નેમ

ચાલો આજે તમને અહીં કેટલાક સેલેબ્સના નિક નેમ જણાવીએ...

બબલી ગર્લ આલિયા ભટ્ટનું નિક નેમ આલુ છે, ફેન્સ તેને આ જ નામથી બોલાવવાનું પસંદ કરે છે

ગ્રીક ગોડ રીતિક રોશનનું હુલામણું નામ ડુગ્ગુ છે, જે એક્ટરની દાદીએ એને આપ્યું હતું

ગોવિંદાને ઘરમાં લોકો ચીચી કહીને બોલાવે છે અને ગોવિંદાની નાનીએ તેને આ નામ આપ્યું હતું

શ્રદ્ધા કપૂરનું નિક નેમ સાંભળીને તમને હસવું આવશે, કારણ કે શક્તિ દાદાની લાડકવાયીનું નિક નેમ ચિરકૂટ છે

કપૂર ખાનદાનની લાડકવાયી કરિશ્મા કપૂરનું હુલામલું નામ લોલો છે

જ્યારે કરિના કપૂરને બધા ઘરમાં બેબો કહીને બોલાવે છે