કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો
અભિનેત્રી જાસ્મીન ભસીન કોન્ટેક્ટ લેન્સને લીધે આંખ ગુમાવતા બચી ગઈ
તેનાં કોર્નિયા ડેમેજ થયા અને તે ખૂબ તકલીફ ભોગવી રહી છે
ફેશનના નામે તમે પણ કોન્ટેક્ટ લેન્સ પહેરતા હો તો થઈ જાઓ સાવધાન
આંખ શરીરનું સૌથી મૂલ્યવાન અંગ છે અને તેની સંભાળ અચૂક લેવી
કોન્ટેક્ટ લેન્સ પહેરતા હો તો અમુક વાતોનું રાખો ખાસ ધ્યાન
લેન્સને અડતા પહેલા તમારા હાથ એકદમ સ્વચ્છ અને સૂકા રાખો
રિયુઝેબલ લેન્સનો ઉપયોગ ટાળો અને ડેઈલી ડિસ્પોઝેબલ લેન્સ જ વાપરો
લેન્સનું સોલ્યુશન રોજ બદલો નહીંતર ઈન્ફેક્શન થશે
લેન્સ પહેરી ડ્રાયનેસ કે રેડનેસ જણાઈ તો તુરંત હટાવી દો
એક દિવસમાં વધારે 6થી 7 કલાક જ લેન્સ પહેરો
લેન્સ પહેરો ત્યારે ગરમ વાતાવરણથી બચો અને આંખને અડવાનું કે ચોળવાનું ટાળો
લેન્સ પહેરવાની સાચી રીત અને સાવચેતી માટે નિષ્ણાતની સલાહ અચૂક લો