મેટ્રો ટ્રેકના પીલર પર નંબરો કેમ લખવામાં આવે છે જાણો છો

ટ્રાફિક જામથી બચવા માટે મોટા શહેરોમાં લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે

જો તમે મેટ્રો ટ્રેકના નીચેના રસ્તા પરથી પસાર થશો તો તમે કેટલાક પીલર જોયા હશે

જ્યારે તમે મેટ્રોના પીલરને ધ્યાનથી જોશો તો તેના પર તમને અલગ અલગ નંબર જોવા મળશે

શું તમે જાણો છો મેટ્રોના પીલર પર નંબરો કેમ લખવામાં આવે છે

આજે અમે તમને મેટ્રોના પીલર પર નંબર લખવાનું કારણ જણાવીશું

મેટ્રો ટ્રેન બનાવતી વખતે યુ ગર્ડર રાખવા જેવા કામ અલગ અલગ સ્ટેપમાં કરવામાં આવે છે

દરેક પીલરને ક્રમવાર રાખવામાં આવે છે અને તેના નંબરો મજૂરો માટે સંકેત હોય છે

મેટ્રોના પીલર ત્યાંથી પસાર થતા અજાણ રાહદારીઓ માટે પણ મદદરૂપ બને છે

મેટ્રો પીલરના નંબર કોઈપણ વ્યક્તિ માટે યોગ્ય સ્થાન પર જવા માટેનો સંકેત બને છે