આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ

બેટર એજ્યુકેશન, હેલ્થ, કરિયર અને ક્વોલિટી ઓફ લાઈફને કારણે ભારતીયોમાં વિદેશમાં સ્થાયી થવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે

આ સમયે આખરે એવા કયા ખાસ દેશો છે કે જેના મોહમાં ભારતીયો પોતાના દેશની નાગરિકતા છોડી રહ્યા છે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે

આજે અમે અહીં તમને આવા જ કેટલાક દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ-

સૌથી વધુ ભારતીય યુએસ સિટીઝનશિપ માટે પોતાની નાગરિકતા છોડી રહ્યા છે, 2022માં 71,991 લોકોએ ઈન્ડિયન સિટીઝનશિપ છોડી હતી

બીજા નંબરે આવે છે કેનેડા અને 2022માં 60,193 ભારતીય નાગરિકોએ કેનેડાની સિટીઝનશિપ મેળવી હતી

40,377 ભારતીયોએ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા ભારતીય નાગરિકતાનો ત્યાગ કર્યો હતો

ચોથા નંબરે આવે છે બ્રિટેન. અહીં સ્થાયી થવા 21,457 ભારતીયોએ પોતાનું નાગરિકત્વ છોડ્યું હતું

પાંચમા નંબરે આવે છે ન્યુઝીલેન્ડ. અહીંની સિટીઝનશિપ માટે 7,911 લોકોએ પોતાની ઈન્ડિયન સિટીઝનશિપ છોડી દીધી હતી 

ઈટલીનું નાગિરકત્વ મેળવવા 3,839 નાગરિકોએ પોતાની નાગરિકતા છોડી હતી

સાતમા નંબરે આવે છે જર્મની. અહીં સ્થાયી થવા 3,179 લોકોએ પોતાની નાગરિક્તા ત્યાગી હતી

ર બાર 2,695, 2,345 અને 2,241 ભારતીય નાગરિકોએ સિંગાપોર, નેધરલેન્ડ અને સ્પેન માટે પોતાની નાગરિકતા કુર્બાન કરી હતી