ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો
આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી જીતવામાં ભારત નબળું ખરું, પણ અન્ડર-એસ્ટિમેટ ન જ કરાય
1983માં વેસ્ટ ઇન્ડિઝને આંચકો આપીને કપિલ દેવની ટીમ વન-ડે ચૅમ્પિયન બનેલી
2003ના વર્લ્ડ કપમાં ગાંગુલીના સુકાનમાં ભારતની નૌકા કિનારે આવીને ડૂબી ગઈ હતી
અપરાજિત ભારત પૉન્ટિંગની ઑસ્ટ્રેલિયન ટીમ સામેની ફાઇનલમાં 125 રનથી હારેલું
2007માં ધોનીની કૅપ્ટન્સીમાં ભારતે ટી-20 વર્લ્ડ કપની સૌપ્રથમ ટ્રોફી જીતી લીધેલી
2011માં માહીના જ નેતૃત્વમાં ભારત વન-ડેનો બીજો તાજ જીત્યું હતું
2014માં ધોનીના ધુરંધરો ફાઇનલ હારી જતાં ટી-20નું બીજું વર્લ્ડ કપ ટાઇટલ ગુમાવેલું
2023ના વન-ડે વર્લ્ડ કપમાં રોહિતની ટીમ ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલ હારી ગઈ હતી
2024માં રોહિતસેના દેશને બીજી ટી-20 વર્લ્ડ કપ ટ્રોફી અપાવવાની તૈયારીમાં જ છે