ઘરમાં એક કાર હોવી એ આજકાલ લક્ઝરી નહીં, પણ જરૂરિયાત બની ગઈ છે.

બજેટ કાર હોય કે મોંઘીદાટ, વાહનોની જાળવણી યોગ્ય રીતે કરવી જરૂરી છે

દરરોજ અથવા દર અઠવાડિયે કાર વૉશ તો તમે કરતા જ હશો, પણ ખોટી રીત તમારી કારને નુકસાન પહોંચાડી શકે છે

...તો જાણો કાર વૉશ કરવાની સાચી રીતે કઈ છે

કાર વૉશ કરતા પહેલા ડસ્ટરથી તેના પરની ધૂળ હટાવી દો

ત્યારબાદ પાઈપની મદદથી તેના દરેક પાર્ટ પર પાણી નાખો

હવે શેમ્પુને એક પાણી ભરેલી ડોલ નાખી તે પાણી કારના બધા પાર્ટ પર રેડી સાફ કરો

ફીણા થાય ત્યારે માઈક્રો ફાયબર કપડાથી કારને લૂંછવાનું શરૂ કરો

હવે પૂરતા પ્રમાણમાં પાણી નાખી આખી કારને ધોઈ નાખો, કાર ચમકી જશે

માઈક્રો ફાયબર કપડાનો ઉપયોગ કરી ગાડીની સિટ્સ, લેગસ્પેસ, ડેશબોર્ડ, સ્ટિયરિંગને સાફ કરો

કાર વૉશ માટે ડિટરજન્ટ કે વૉશિંગ પાવરડરનો ઉપયોગ ન કરો, કારબૉડી પર સીધા કેમિકલ્સ પણ ન લગાવો

કાર વૉશ કરતા સમયે કારને તડકામાં પાર્ક ન કરશો