સંવેદનશીલ માણસો ઘણીવાર અમુક બાબતો માટે પોતાની જાતને દોષી માનતા રહે છે અને દુઃખી થઈ જાય છે.

જીવનમાં એવું ઘણું બને છે જેના તમે ભાગ હોવ છો, પણ તે ઘટનાનો સંપૂર્ણ દોષ પોતાના પર લઈ લેવાની જરૂર નથી

સતત અપરાધભાવ-ગિલ્ટ-ફિલિંગ માનસિક સ્વાસ્થ્ય બગાડે છે, તો તેનાથી બચવાની આ ટીપ્સ ગાંઠે બાંધી લો

તમારો સમય, પૈસા અને ભાવનાઓ ક્યારે કોના પર કેટલી ખર્ચ કરવી તે તમે નક્કી કરો છો, આથી કોઈને આના માટે ના પાડો તો દુઃખી ન થાઓ. ''No'' કહેવાનો તમને હક છે

જીવનમાં એવું કોઈ નથી જે ભૂલો ન કરે. દરેક સમયે પરફેક્ટ બની શકાતું નથી. હા, એક જ ભૂલ વારંવાર ન થવી જોઈએ અને ભૂલ અને બેદરકારી વચ્ચે ફરક રાખવો જરૂરી છે.

કોઈ વ્યક્તિ સાથે સંબંધોનો અંત આમી દીધો હોય તો તે તમારી પસંદગીની વાત છે. આ માટે ભૂતકાળ યાદ કરી પોતાને દોષી ન માનો

સમય અને અનુભવ ઘણીવાર તમારા મંતવ્યો બદલાવી નાખે છે. આથી તમે પલટો માર્યો છે તેમ નથી. તમે ખૂલીને કહો કે આ વિશે મારું મંતવ્ય હવે બદલાઈ ગયું છે

તમે કર્તવ્યનિષ્ઠ હોવ પણ માનસિક સ્વાસ્થ્ય માટે કે રિલેક્સ કરવા લાંબી રજાઓ લો તો તેનો અફસોસ ન કરો. આ તમારો હક અને જરૂરત બન્ને છે

જેઓ ઑવરથિંક કરે છે તેઓ અપરાધભાવથી પણ પીડાતા રહે છે. આથી દરેક વસ્તુમાં તમારી ભૂમિકા પૂરતો જ રસ લો

શરીર અને મન બન્ને થાકે છે અને તેને આરામની જરૂર છે. તમારી ગેરહાજરીમાં ન થયેલા કામ માટે તમે જવાબદાર નથી, આથી રિલેક્સ થવાનું ચૂકશો નહીં

બિનદાસ્ત કે મતલબી થવું યોગ્ય નથી, પણ સાથે દરેક વાતમાં પોતાનો દોષ જોવો, વધારે પડતું વિનમ્ર થવું પણ નુકસાનકારક છે, આથી અપરાધભાવથી બચો.