જૈવિક કચરાને ખાતર બનાવી તેનો ખેતીમાં ઉપયોગ થાય તો ચોક્કસ સોનું જ ઉપજે છે, પણ આજે વાત ચાંદીની કરવી છે.
ચાંદી પણ સોનાની જેમ જ રોજ મોંઘી થતી જાય છે અને હંમેશાં ટ્રેન્ડમાં રહે છે.
...પણ ખરાબ આબોહવા અને ખારા પાણીને લીધે ચાંદી કાળી પડી જતી હોય છે અને તેની ચમક ઘટી જાય છ.
તો અમે આજે તમને સાવ સરળ અને સસ્તી ટીપ્સ આપી રહ્યા છે જેનાથી ચાંદી ચમકી ઉઠશે
જે વસ્તુથી ચાંદી ચમકશે તે તમે મોટેભાગે તમારા ડસ્ટબિનમાં ફેંકી દો છો
આ વસ્તુ છે પાકા કેળાની છાલ. પાકા કેળાની છાલ હવે તમે ડસ્ટબિનમાં ફેંકશો નહીં, તે તમારા ઘરની ચાંદીની વસ્તુઓ પર ફરી ચમક લાવી દેશે
બધાના ઘરમાં ચાંદીની પાયલ, ઘરેણા, મૂર્તિઓ, કળશ કે પછી સુશોભનની વસ્તુઓ હોય છે.
તમારે પાકા કેળાની એક છાલ લેવાની છે અને એક ચાંદીની વસ્તુ લઈ છાલને હળવે હાથે તેના પર રગળ્યા કરવાનું છે.
થોડીવારમાં તમારી નજર સામે જ પરિણામ આવી જશે અને ને તમારી કાળી પડી ગયેલી વસ્તુ ફરી ચાંદીની લાગવા માંડશે
ત્યારબાદ આ વસ્તુને સાફ પાણીથી ધોઈ નાખો અને સાફ કપડેથી લૂછી નાખો. મહિનાઓ સુધી ચાંદીની વસ્તુ કાળી પડશે નહીં.