ભારતમાં 5 સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપીને પરંપરાગત આદર ભાવ સાથે શિક્ષણ દિવસ ઉજવાય છે.

ચીનમાં 10 સપ્ટેમ્બરના રોજ વિદ્યાર્થીઓ શિક્ષકોનું સન્માન કરે છે, તેમને ફૂલ તથા કાર્ડ આપે છે અને શાળાના ઉત્સવોમાં જોડાય છે.

USમાં મે મહિનાના પહેલા અઠવાડિયામાં શિક્ષક પ્રશંસા સપ્તાહ ઉજવાય છે જ્યારે શિક્ષકોને ભેટ અને સન્માનથી નવાજવામાં આવે છે.

દક્ષિણ કોરિયામાં 15મી મેના રોજ વિદ્યાર્થીઓ શિક્ષકોને કારનેશન ઓફર કરે છે અને તેમનું સન્માન કરે છે.

 મેક્સિકોમાં 15મી મેના રોજ પરેડ ઉત્સવ અને જાહેરમાં શિક્ષકોની પ્રશંસા કરવામાં આવે છે.

થાઈલેન્ડમાં 16 જાન્યુઆરીના રોજ ધાર્મિક વિધિઓ દરમિયાન વિદ્યાર્થીઓ શિક્ષકોને ગુલદસ્તો આપે છે અને નૃત્ય કરીને તેમનું સ્વાગત કરે છે.

પાંચમી ઓક્ટોબરના રોજ રશિયામાં શિક્ષકોને ભેટ અને ફૂલો આપીને સન્માન કરવામાં આવે છે

અર્જેન્ટિનામાં ડોમિગો ફોસ્ટિનો સરમિએન્ટો નામના શિક્ષકની યાદમાં 11 મી સપ્ટેમ્બરે શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે.

તુર્કીમાં 24મી નવેમ્બરે વિદ્યાર્થીઓ ફૂલો કવિતા અને અન્ય ધાર્મિક વિધિઓ સાથે શિક્ષકોનો આભાર પ્રગટ કરે છે.