7 સપ્ટેમ્બર 2024 ના રોજ ગણેશોત્સવનો તહેવાર છે.

 ગણેશજીની જ્ઞાનના દેવતા તરીકે ઓળખવામાં આવે છે જે હર સંકટ નિવારક છે.

ગણેશજીને ઘણી વસ્તુઓ પ્રિય છે તેથી ગણેશ ઉત્સવ દરમિયાન આ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.

 ગણેશોત્સવ દરમિયાન ઘરમાં એક મુખવાળું નારિયેળ લાવી પૂજામાં અર્પણ કરો. તમે તેને તિજોરી અથવા પૂજાસ્થાનમાં રાખી શકો છો

તમે ઘરમાં નાની ગણેશની મૂર્તિ કે ફોટો લાવી ઘરની ઉત્તર દિશામાં રાખો. તે નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશવા દેતી નથી.

તમે ગણેશજીને પ્રિય જાસવંતીના ફૂલોનો શણગાર કરી શકો છો. બાપ્પા પ્રસન્ન થશે અને તમને આશિર્વાદ મળશે.

ઘરમાં શંખ લાવવાથી પણ આર્થિક પ્રગતિ થાય છે અને વાસ્તુદોષ દૂર થાય છે. ગણપતિની પૂજા આરતી કર્યા બાદ શંખ વગાડો.

ભગવાન કુબેર ધનના દેવતા છે તેમની મૂર્તિ ઘરમાં રાખવાથી ગણેશ અને દેવી લક્ષ્મી બંને પ્રસન્ન થાય છે અને દરિદ્રતા દૂર થાય છે.

ઘરમાં વાંસળી રાખવી પણ શુભ માનવામાં આવે છે તમે ચાંદીની વાંસળી રાખી શકો છો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.