આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો
કેળાનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે દરેક વ્યક્તિને કેળું ખાવું પસંદ હોય છે.
કેટલાક લોકો કેળાને આમ જ ખાય છે તો કેટલાક લોકો કેળામાંથી સ્મુધી અથવા શેક બનાવે છે.
લોકોની ફરિયાદ હોય છે કે કેળા બે ત્રણ દિવસમાં જ બગાડવા માંડે છે.
કેટલાક લોકો ફરિયાદ કરે છે કે કેળા હજી પાક્યા પણ નથી અને એનો રંગ કાળો થઈ ગયો છે
આજે અમે તમને કેળાને તાજા રાખવાની કેટલીક ટ્રિક્સ જણાવીશું
કેળાની ડાંડીને ઘરમાં ખોરાકને લપેટવા માટે વપરાતા પ્લાસ્ટિકથી લપેટીને રાખો. કેળા લાંબા સમય સુધી તાજા રહેશે
કેળાને રેફ્રિજરેટરમાં ના રાખતા હંમેશા ઘરના તાપમાને જ કિચનમાં બહાર રાખવા જોઈએ
કેળાને કોઈ પણ સપાટી પર રાખવામાં આવે તો તે જલદી બગડે છે, તેથી કેળાને હંમેશા લટકાવીને રાખો
વિટામીન સીની ગોળી પાણીમાં ઓગાળીને તેમાં કેળાને બોળીને બહાર કાઢો. કેળા લાંબા સમય સુધી તાજા રહેશે.
કેટલાક લોકો ઘરમાં તમામ ફળ એક ટોપલીમાં રાખે છે, પણ કેળાને હંમેશા અન્ય ફળોથી અલગ રાખવા જોઈએ