પરિવહનના સૌથી ઝડપી માધ્યમ વિમાનની મુસાફરી રોમાન્ચથી ભરેલી છે, પણ આ ઉડાન માટે ખૂબ સાવધાની રાખવી પડે છે
પાયલટ વિમાન ઉડાવવામાં કુશળ હોય છે, પરંતુ કેટલીક વાર ખરાબ હવામાનને કારણે પરિસ્થિતિ પડકાર જનક બની જાય છે
પાયલટ તિબેટની ઉપરથી ઉડાન કરતા ખૂબ જ ડરે છે. આપણે તેનું કારણ જાણીએ
સમુદ્રથી ખૂબ ઊંચાઈએ અને વિશાળ, ઊંચા પર્વતોથી ઘેરાયેલા તિબેટને વિશ્વની છત કહે છે
વિશ્વના બે સર્વોચ્ચ શિખરો માઉન્ટ એવરેસ્ટ અને K2 તિબેટમાં છે તિબેટની ભૌગોલિક વિશેષતા પ્લેનના ઉડ્ડયન માટે પડકાર ઊભો કરે છે.
વિમાનમાં બેમાંથી એક એન્જિન ઇમરજન્સીના ઉપયોગ માટે હોય છે, પણ તે બહુ જ ઊંચાઈ પર કામ કરી શકતું નથી
તિબેટ ક્ષેત્રમાં ઉડાન વખતે જો મેઇન એન્જિન ફેલ થાય તો નીચે આવીને ફરીથી ઉડાન ભરવામાં પહાડો સાથે ટકરાઈ જવાનું જોખમ હોય છે તેથી તિબેટ ક્ષેત્રમાં પાયલટ ઉડાન ભરતા ડરે છે
આકાશમાં જ્યારે હવાની પેટન બદલાય ત્યારે ટર્બ્યુલન્સ થાય છે જેને ઓળખીને પાયલટ ફ્લાઈટને કંટ્રોલ કરતા હોય છે
તિબેટમાં ક્લીન એર ટર્બ્યુલન્સ થાય છે જે પાયલોટને અગાઉથી ઓળખાતું નથી.તિબેટમાં ફ્લાઈટના ઇમર્જન્સી લેન્ડિંગનો અવકાશ નથી
તિબેટની મોસમ અચાનક બદલાય છે જેનાથી પાયલટને નેવિગેટ કરવામાં તકલીફ થાય છે
આવા કારણોસર પાઈલટ તિબેટ ક્ષેત્રમાં ઉડાન ભરતા ડરે છે