ભારતને મળેલા પહેલા ગોલ્ડ મેડલથી માંડી ઑલિમ્પિક ગેમ્સ પર બની છે ઘણી સુપરહીટ ફિલ્મ
આમિરની દંગલ સૌથી હીટ સાબિત થઈ. રેસલર ફોગાટ બહેનો પરની આ ફિલ્મે લોકોનું મહિલા ખેલાડી તરફ ધ્યાન ખેંચ્યું
અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડ ભારતને મળેલા પહેલા ગોલ્ડ મેડલની વાર્તા કહે છે, જે હોકી માટે કિશન લાલને 1948માં મળ્યો હતો
ફરહાન અખ્તરની ભાગ મિલખા ભાગ ભારતના દોડવીર મિલખા સિંહના ખેલાડી તરીકેના સંઘર્ષ અને વ્યક્તિગત જીવનની વાત કરે છે
પરિણિતી ચોપરાની ફિલ્મ સાઈના નામ પ્રમાણે ઑલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ મહિલા બેડમિંટન ખેલાડી સાઈના નહેવાલ પર આધારિત છે
ઑલિમ્પિકમાં પુરુષ હૉકી ટીમને 8 વર્ષ બાદ ક્વૉલિફાઈડ કરવામાં હૉકી પ્લેયર સંદીપ સિંહના 16 ગૉલ કામ કરી ગયા હતા.
પણ કમરમાં ગોળી લાગવાથી માંડી તેમના કમ બેક તેની પ્રેમિકાના પ્રેમની કહાની દર્શાવતી અદ્ભૂત ફિલ્મ હતી સુરમા
લોકોને જેમાન વિશે ઓછી ખબર હતી તેવા સંદીપના રોલમાં દિલજીત દોસાંઝે કમાલ કરી હતી
અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ચમકાવી મેરી કોમ ઑલિમ્પિક બૉક્સર મેરી કોમના જીવન પર બની હતી
આ ફિલ્મએ નેશનલ એવૉર્ડ જીત્યો હતો અને પ્રિયંકાની કરિયરની સફળ ફિલ્મોમાંની એક રહી છે.
તાજેતરમાં રિલિઝ થયેલી કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન પેરાલમ્પિકમાં પહેલો ગોલ્ડ મેડલ જીતનાર મુરલીકાંત પેટકરના સંઘર્ષ પર બની છે.
હવે સૌ કોઈ નિરજ ચોપરા પર ફિલ્મ બને તેની રાહ જોઈ રહ્યા છે