નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો 

ઝરીન ખાન કેટરીના કૈફની ડુપ્લિકેટ ગણાતી અને સલમાન ખાન સાથે ફિલ્મ 'વીર'માં ડેબ્યૂ કરનાર ઝરીન ખાન હાલમાં ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ છે.

બિપાશા બાસુ જ્યારે 'જાદુ હૈ નશા હૈ' ગીતમાં જાદુ રેલાવનાર અને રોમેન્ટિકથી લઈને થ્રિલર જેવી તમામ પ્રકારની ફિલ્મોમાં કામ કરનારી બિપાશા છેલ્લે કરણ સિંહ ગ્રોવર સાથે 'અલોન' ફિલ્મમાં જોવા મળી હતી. જે બાદ તેમના લગ્ન થયા અને તે સિનેમાથી દૂર થઈ ગઈ.

નરગીસ ફખરી 'રોકસ્ટાર' ફિલ્મમાં પોતાની સુંદરતાથી બધાને દિવાના બનાવનાર નરગીસ ફખરી હવે ફિલ્મોમાં જોવા મળતી નથી. તેણીની સોનેરી મીમ છબીએ દરેકને દિવાના બનાવ્યા. નરગીસ હવે પડદા પર ભાગ્યે જ જોવા મળે છે.

 સ્વરા ભાસ્કર તાજેતરમાં સ્વરાએ ખુલાસો કર્યો છે કે તેને ઈન્ડસ્ટ્રીમાં જે પ્રકારનું કામ જોઈતું હતું તે નથી મળી રહ્યું. સ્વરાએ કહ્યું કે હવે તેની પાસે કોઈ કામ નથી. દીકરી થયા બાદ તે તેની સંભાળ લઈ રહી છે.

સમીરા રેડ્ડી સમીરા રેડ્ડી કોઈ મોટી હિટ ફિલ્મ આપી શકી નહોતી. તેણે 'મૈંને દિલ તુઝકો દિયા', 'નો એન્ટ્રી', 'દે દના દન', 'રેસ', 'આક્રોશ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. હવે અભિનેત્રી કોઈ મોટા પ્રોજેક્ટમાં જોવા મળતી નથી.

રિયા ચક્રવર્તી રિયા ચક્રવર્તીએ 'જલેબી', 'મેરે ડેડ કી મારુતિ' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. સુશાંત આત્મહત્યા કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ તે ફિલ્મોથી દૂર છે.

 સેલિના જેટલી, 'અપના સપના મની-મની', 'ગોલમાલ રિટર્ન્સ' જેવી ફિલ્મોમાં કામણ પાથરનારી સેલિના છેલ્લે 'વિલ યુ મેરી મી'માં જોવા મળી હતી. હવે સેલિના મોટા પડદાથી દૂર છે.

 આયેશા ટાકિયા ટારઝન ફિલ્મમાં પોતાની સુંદરતાથી આગ લગાવનાર આયેશા સલમાન ખાન સાથે વોન્ટેડમાં જોવા મળી હતી. તેની છેલ્લી ફિલ્મ 'મોડ' 2011માં આવી હતી. તે પછી તે જોવા મળી નથી