મેથીના દાણા સારા પાચન માટે, પેટના કિટાણું મારવા માટે કરવામાં આવે છે. ડાયાબિટિસના પેશન્ટ માટે પણ મેથીના દાણા અક્સિર છે.

સ્વાદે કડવા મેથીના દાણા ઘણી વાનગીઓના વઘારમાં ખાસ વપરાય છે અને સ્વાદ અને સોડમ વધારી દે છે.

 ગુજરાતમાં ખાસ મેથી-પાપડ, મેથી-પાકા કેળા, મગ-મેથી જેવા શાક પણ બને છે. 

પણ આજે અમે તમને મેથીના દાણાનો બીજી એક ખાસ સમસ્યાના હલ તરીકે ઉપયોગ કઈ રીતે કરવો તે જણાવીશું

દર દસમાંથી આઠ લોકો ખરતા વાળ, ડેન્ડ્રફની સમસ્યાથી પીડાઈ છે અને હજારો-લાખોની દવા કરે છે.

ત્યારે મેથીના દાણા તમને કામ આવશે. તમારા વાળ ઘાટા બનશે, ખરતા અટકશે અને સુંવાળા તેમ જ હેલ્ધી બનશે

તો સૌથી પહેલા તમે અડધો વાટકો મેથીના દાણા લો અને તેને એકવાર ધોઈ પાણીમાં આઠેક કલાક માટે પલાળી દો

ત્યારબાદ તેની પેસ્ટ કરી તેને હેરકલર બ્રશ દ્વારા વાળમાં દરેક પાથીએ લગાવો. અડધી કલાક સુધી રહેવા દો અને ત્યારબાદ હેરવૉશ લો

જો આ એક્સરસાઈઝ તમે ન કરી શકો તેમ હો તો બીજી પણ એક રીત છે.

તમારા કોકોનટ હેરઓઈલમાં મેથીના આઠ-દસ દાણા નાખી તેને ઉકાળો, થોડું ઠંડુ પડે એટલે વાળામાં નાખી, ચાર-પાચ કલાક રહેવા દો ને વાળ ધોઈ નાખો

આ પ્રયોગ તમારે પહેલા વાળના એક પેચમાં જ કરવો. આ સાથે તમારા નિષ્ણાતની સલાહ પ્રમાણે જ કરવો.