આજે દરેક વ્યક્તિ વોટ્સએપ યુઝ કરે છે, અને વોટ્સએપ પણ દર થોડા સમયે કંઈને કંઈ અપડેટ લાવતું જ રહે છે

આવું જ એક અપડેટ હાલમાં તમે પણ તમારા વોટ્સએપ જોઈ રહ્યા હશો

કદાચ આ નવા અપડેટને કારણે તમને થોડી ઘણી અગવડ પણ પડતી હશે

આ અપડેટ એટલે Meta AI. જો તમને પણ આ અપડેટ ના જોઈતું હોય તો અમે તમને એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ

સૌથી પહેલા તો તમારે વોટ્સએપ પર જઈને રાઈટ સાઈડમાં આવેલા 3 ડોટ પર ક્લિક કરો

સેટિંગ જઈને ચેટ્સનું ઓપ્શન સિલેક્ટ કરી લો. હવે એમાં ચેટ બેકઅપનું ઓપ્શન સિલેક્ટ કરો.

હવે એ ગુગલ એકાઉન્ટને સિલેક્ટ કરો, જેના પર તમને ચેટ બેકઅપ જોઈએ છે

હવે તમે ચેટ બેકઅપ પ્રોસેસ ઓન કરી લો. 

બેકઅપ પૂરું થાય એટલે ફોનેમાંથી કરન્ટ વોટ્સએપ ડિલીટ કરી નાખો

હવે બ્રાઉઝર ખોલીને વોટસએપનું 2.24.8.4 વર્ઝન ડાઉનલોડ કરો અને તમારૂ એકાઉન્ટ લોગ ઈન કરી લો

ત્યાર બાદ બેકઅપ ચેટ રિસ્ટોર કરી લો, અને જુઓ મેજિક તમારી સ્ક્રીન પરથી Meta AIનું ઓપ્શન ગાયબ થઈ ગયું હશે