કોણે ભૂલમાં પણ ના ખાવું જોઈએ ઉનાળામાં મળતું આ ફળ, નહીંતર...
અત્યારે ઉનાળાની ઋુતુમાં બજારમાં સરસમજાની લાલચટ્ટાક, જ્યૂસી લીચી મળી રહી છે
સ્વાદમાં એકદમ બેસ્ટ એવી લીચી સ્વાસ્થ્યવર્ધક પણ છે અને ઘણા લોકોને તે ભાવે પણ છે
લીચી એ એક એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન સી અને વિટામીન બી કોમ્પ્લેક્સને રિચ સોર્સ છે
આ સિવાય લીચીમાં પોલિફિનોલ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ ફ્લેવોનોઈડ્સ જોવા મળે છે
જોકે, લીચી ખાવાથી સ્વાસ્થ્યને જેટલા ફાયદા થાય છે એટલું જ નુકસાન પણ થાય છે
જેના વિશે અમે અહીં વાત કરવાના છીએ, કે આખરે કયા લોકોએ લીચી ખાવાનું ટાળવું જોઈએ..
જો તમે વજન ઘટાડવા માંગો છો તો એ સંજોગોમાં તમારે લીચી ખાવાનું ટાળવું જોઈએ
એલર્જીની સમસ્યા સતાવતી હોય એવા લોકોએ પણ લીચીને ટચ ના કરવું જોઈએ, કારણ કે એમને વધારે મુશ્કેલી પડી શકે છે
આ સિવાય જો તમને લો બ્લડપ્રેશર હોય ત્યારે પણ તમારે લીચી ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે આને કારણે લો બીપી થાય છે
એટલે હવે જ્યારે બજારમાં પણ આ સરસમજાની લાલચટ્ટાક, ખાટ્ટી, મીઠ્ઠી લીચી જુઓ અને ખાવાની લાલચ ના રોકી શકો તો એક દિવસમાં 3-4 લીચી ખાઈ શકાય...