આ રીતે ઘરે જ બનાવો ઑર્ગેનિક કાજલ

કેમિકલયુક્ત કાજલ આંખને નુકસાન કરે છે.

...તો ચાલો ઘરે જ બનાવો શુદ્ધ-સાત્વિક કાજલ

પહેલા 5 થી 6 બદામ લો અને તેને બારીક પીસી લો.

કૉટન-રૂનો એક મોટો ટુકડો લો અને તેના પર પીસેલી બદામ મૂકો.

તેની સાથે 1 ચમચી અજમા નાંખો અને બંને વસ્તુઓને કોટનમાં ભરી લાંબી વાટ બનાવો.

આ વાટને માટીના દીવામાં મૂકો અને ઉપર સરસવનું તેલ રેડો અને વાટને પ્રગટાવો.

દીવો બળતાની સાથે જ તેને સ્ટીલની પ્લેટથી ઢાંકીને 1 થી 2 કલાક માટે રાખો.

ચોક્કસ સમય પછી, તમને પ્લેટ પર ઘેરો કાળો પાવડર જોવા મળશે

કાગળ અથવા ચમચીની મદદથી આ પાવડરને પ્લેટમાંથી કાઢીને એક બાઉલમાં ભરી લો.

હવે તેમાં શુદ્ધ ઘીના 3 થી 4 ટીપાં નાખો.

તો થઈ ગયું તૈયાર તમારું હોમમેડ વોટરપ્રૂફ કાજલ

 આ કાજલ આંખોની સુંદરતા અને રોશની બન્ને વધારશે.