‘કૂલ કૅપ્ટન’ ધોનીને પણ ગુસ્સો આવતો હોય છે!
2014ની આઇપીએલની ક્વૉલિફાયર-ટૂમાં સીએસકે હાર્યું ત્યારે માહીનો પિત્તો ગયો
આ જાણકારી રૈનાએ આપતા કહ્યું કે મુંબઈમાં એ મૅચ પંજાબ સામે હતી
પંજાબ વતી સેહવાગે 58 બૉલમાં 122 રન ખડકી દીધા, ચેન્નઈને 227નો ટાર્ગેટ મળેલો
રૈનાએ પચીસ બૉલમાં 87 રન ફટકાર્યા, ધોનીએ 31 બૉલમાં 42 રન બનાવ્યા છતાં...
ચેન્નઈ માત્ર 24 રનથી હારી ગયું અને ડ્રેસિંગ રૂમમાં મામલો ગંભીર થઈ ગયો
ધોનીએ ગુસ્સામાં આવીને હેલ્મેટ અને પૅડ ફેંક્યા, બધા ડરી ગયા
રૈનાએ કહ્યું, ‘મેં અગાઉ માહીભાઈને આટલા ક્રોધિત કદી નહોતા જોયા’
ધોનીનું કહેવું હતું, એ મૅચ ચેન્નઈ જીત્યું હોત તો ટ્રોફી ચેન્નઈની જ હતી
કોલકાતાએ બે દિવસ બાદ ફાઇનલમાં પંજાબને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી
રૈના 2021માં નિવૃત્ત થઈ ગયો, પણ 2005થી રમતો ધોની હજીયે રમી રહ્યો છે