ગઈકાલે જ આપણે વિશ્વ નાળિયેર દિવસ ઉજવ્યો. આ ફળના ફાયદાને ધ્યાનમાં લઈ તેની ખેતીને વધારવા આ દિવસ ઉજવાય છે.
નાળિયર આપણે ખાવામાં લઈએ છીએ, તેનું પાણી પીવાઈ છે અને નાળિયેરનું તેલ પણ ખૂબ જ ઉપયોગમાં લેવાઈ છે.
કેલ્શિયમ,મેગ્નેશિયમ,પોટેશિયમ,ફોસ્ફરસ અને ફાયબરથી ભરપૂર નાળિયેર રોજ ખાવાની કે રોજ નાળિયર પાણી પીવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે
તો આવો જાણીએ રોજ નાળિયરના સેવનથી શરીરને શું શું લાભ મળે છે
નાળિયેરમાનું પોટેશિયમ શરીરના સોડિયમના સ્તરને નિયંત્રણમાં રાખે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે
નાળિયેર શરીરના તાપમાનને સ્થિર રાખે છે અને એનર્જી બુસ્ટ કરે છે તેમ જ શરીરને ડિહાઈડ્રેટ રાખે છે
નાળિયેર એન્ટિ-ઑક્સિડેન્ટનું કામ કરે છે તેથી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે
નાળિયેરના રોજના સેવનથી ત્વચા પરના ખીલ, લાલાશ કે સોજા ગાયબ થઈ જાય છે.
નાળિયેર પાણી પીવાથી પેશાબ સાફ આવે છે અને શરીરનો બગાડ નીકળી જાય છે
જોકે રોજ અમુક માત્રામાં જ નાળિયેર ખાવું અથવા પાણી પીવું. તમારા ડોક્ટરની સલાહ બાદ જ આ પ્રયોગ શરૂ કરવો.