રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ 'Dog', શ્વાસ લીધા વિના જ...

ચીનની પિપલ્સ લિબરેશન આર્મી કંબોડિયા સાથે જોઈન્ટ એક્સરસાઈઝ કરી રહી છે 

દરમિયાન બંને સેનાએ પોતાના સર્વશ્રેષ્ઠ હથિયારોનું પ્રદર્શન કર્યું હતું

સૈનિકોએ જે શસ્ત્રોનું પ્રદર્શન કર્યું એમાં અને પ્રકારના મિલિટ્રી રોબોટના એક અનોખું વર્ઝન પણ જોવા મળ્યું હતું

આ ડિવાઈઝ જોવામાં તો એક શ્વાન જેવું દેખાતું હતું, પણ તેની ખાસિયત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ગોલ્ડન ડ્રેગન-2024 પ્રેક્ટિસમાં પ્રદર્શિત કરવામાં આવેલા આ શસ્ત્રને દૂરથી જ ઓપરેટ કરી શકાય છે

શ્વાન જેવા દેખાતા આ રોબોટની પીઠ પર અસોલ્ટ રાઈફલ લગાવવામાં આવી હતી

આ રોબોટ ડોગ ડિવાઈસનું વજન આશરે 15 કિલોગ્રામ જેટલું છે અને તે 2-4 કલાક સુધી કામ કરી શકે છે

આ રોબોટ પોતાના ટાર્ગેટને ઓળખીને તેના પર હુમલો કરવામાં પણ સક્ષમ છે

એટલું જ નહીં પણ આ ડોગનું હેવિયર વર્ઝન 50 કિલોગ્રામ છે અને તે ચપળતાથી કૂદવા, ભાગવામાં સક્ષમ છે

ટૂંકમાં ચીનનું આ રોબોટ ડોગ યુદ્ઘમાં એક સૈનિકની જગ્યા લઈને સૌથી પહેલાં દુશ્મન પર હુમલો કરવામાં નિપૂણ છે એવું કહીએ તો એમાં કંઈ ખોટું નથી