ગણેશ ચતુર્થીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભક્તો બાપ્પાને આવકારવા માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયા છે
બાપ્પાને આવકારવામાં આપણા બોલીવુડ સેલેબ્સ પણ કંઈ પાછા પલે એવા નથી,
આજે આપણે અહી વાત કરીશું એવા બોલીવુડ એક્ટ્રેસ એકટર્સની કે જેઓ ખૂબ જ ધામધુમથી બાપ્પાની સ્થાપના કરે છે
ફિટનેસ અને કર્વી ફિગર માટે જાણીતી મુંગળા ગર્લ શિલ્પા શેટ્ટી દર વર્ષે જોરશોરથી બાપ્પાનું સ્વાગત કરે છે
બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન મુસ્લિમ હોવા છતાં પણ દર વર્ષે ઘરે બાપ્પાની સ્થાપના કરે છે
રીલ નહીં પણ રિયલ લાઈફ સુપર હીરો સોનુ સુદના ઉત્સાહથી ગણેશોત્સવની ઉજવણી કરે છે
કોમેડી અને યુનિક ડાન્સ સ્ટાઈલ માટે પંકાયેલા ગોવિંદાના ઘરે પણ ગણેશ સ્થાપના થાય છે
ગ્રીક ગોડ રીતિક રોશન પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી ગણેશોત્સવની ઉજવણી કરે છે
સંજુબાબા ઉર્ફે સંજય દત્ત પણ દર વર્ષે ઘરે ગણેશ સ્થાપના કરે છે
કપૂર ખાનદાનના ચિરાગ એવા તુષાર કપૂર પણ ગણેશ મૂર્તિ લાવી બાપ્પાની ભક્તિ કરે છે
સલમાન ખાનની જેમ શાહરૂખ ખાન પણ દર વર્ષે દુંદાળા દેવની સ્થાપના કરે છે