હાલમાં અમન કૌશિકની હૉરર કૉમેડી ફિલ્મ સ્ત્રી-ટુ બૉક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.

શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ સિક્વલ ફિલ્મે માત્ર 8 દિવસમાં રૂ. 300 કરોડની કમાણી કરી છે.

પણ માત્ર સ્ત્રી ટુ જ નહીં બોલીવૂડની બીજી ઘણી ફિલ્મો છે જેણે આઠ-દસ દિવસમાં આટલી તગડી કમાણી કરી હોય!

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 6 દિવસમાં પહોંચી ગઈ હતી 300 કરોડના ક્લબમાં

જ્યારે કિંગ ખાનની બીજી ફિલ્મ પઠાણને આ રકમ કમાતા સાત દિવસ લાગ્યા હતા

રણબીર કપૂરની બહુચર્ચિત એનિમલ ફિલ્મને પણ રૂ. 300 કરોડ કમાતા સાત દિવસ લાગ્યા હતા

સન્ની દેઓલની ઘણા લાંબા સમય બાદ બનેલી સિક્વલ ગદર-2એ આઠ દિવસમાં આ આંકડો પાર કર્યો હતો

સન્ની દેઓલની ઘણા લાંબા સમય બાદ બનેલી સિક્વલ ગદર-2એ આઠ દિવસમાં આ આંકડો પાર કર્યો હતો

આમિર ખાનની કુશ્તીબાજ ફોગાટ બહેનોને ચમકાવતી ફિલ્મ દંગલ 13 દિવસ બાદ 300 કરોડ રૂપિયાના ક્લબમાં સામેલ થઈ હતી.

રૂ.300 કરોડના ક્લબની શરૂઆત જ આમિર ખાનની ફિલ્મથી થઈ હતી

રાજકુમાર હિરાણીની  PK પહેલી ફિલ્મ હતી જેણે ભારતમાં 300 કરોડની કમાણી કરી હતી, પરંતુ તે માટે 17 દિવસ લાગ્યા હતા

ત્યારબાદ સલમાનની બે ફિલ્મો બજરંગી ભાઈજાને 20 દિવસમાં જ્યારે સુલતાને 35 દિવસમાં 300 કરોડની ધમધોકાર કમાણી કરી હતી