સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર...
રક્ષાબંધનના પવિત્ર પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે
ત્યારે આજે આપણે અહીં વાત કરીશું બી ટાઉનના એવા ભાઈ બહેનો વિશે કે જેમના સંબંધોમાં પણ કડવાશ આવી ગઈ છે
આ સેલિબ્રિટી ભાઈ બહેનોએ પોતાની ખુશી માટે લોહીની સગાઈ ભુલાવી દીધી છે
આ યાદીમાં સૌથી પહેલું નામ આવે સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાનું. સોનાક્ષી- ઝહિરના લગ્ન બાદથી બંને વચ્ચે કડવાશ આવી ગઈ છે
સુષ્મિતા સેન અને તેના ભાઈ રાજીવ સેન વચ્ચે પણ ખાસ કંઈ સારા સંબંધો નથી. બંને જણ એકબીજા સાથે ખૂબ જ ઓછા જોવા મળે છે
પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ વચ્ચે હાલમાં બધું બરાબર હોય તો પણ એક સમયે બંને જણ એકબીજાનું મોઢું પણ નહોતા જોતા
અમિષા પટેલ અને અસ્મિત પટેલ વચ્ચે પણ કોઈ વાતે વિવાદ થયો હતો અને ત્યારથી બંને જણ એકબીજા સાથે વાત નથી કરતાં
સંજય દત્તના તેની બંને બહેનો પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત સાથે સંબંધો વણસેલા છે, બંને બહેનોને ભાઈએ પોતાના લગ્નમાં પણ નહોતી બોલાવી
રીતિક રોશન અને સુનૈના વચ્ચે વિવાદ થયો હતો અને ત્યારે સુનૈનાએ કંગના રનૌતનો સાથ આપ્યો હતો ત્યારથી બંને વચ્ચે બોલચાલ બંધ