બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ...
ફિલ્મ એક્ટ્રેસના તીખા અને એકદમ શાર્પ ફિચર્સ કોઈને પણ પળભરમાં દિવાના બનાવે છે
ગઈકાલથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડકવાયી દીકરી રાહા કપૂર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે
રાહા કપૂર સુંદર માંજરી આંખોને કારણે પાપરઝીઓને તો ઘેલું લગાડે જ છે પણ ફેન્સને પણ ખૂબ જ પસંદ આવે છે
આજે અમે અહીં તમને બોલિવુડની એવી હસીનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ
કે જેમણે પોતાની સુંદર આંખોથી ફેન્સના દિલો પર જાદુ ચલાવ્યો છે
આ યાદીમાં સૌથી પહેલાં નંબરે આવે છે ઐશ્વર્યા રાય બચ્ચન. ઐશની આંખો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે
કરીના કપૂરની આંખો પણ તેના ચહેરાની સુંદરતામાં વધારો કરે છે
કરિના કપૂરની જેમ જ બહેન કરિશ્મા કપૂરની માંજરી આંખો પણ તેને વધુ સુંદર બનાવે છે
બ્લેક બ્યૂટી તરીકે ઓળખાતી કાજલની માંજરી આંખો સામે તો મોંઘાદાટ બ્યૂટી પ્રોડક્ટ ફિક્કા લાગે છે
રાની મુખર્જીની આંખો પણ માંજરી છે અને આ સુંદર આંખો જ રાનીના ચેહરાને વધારે સુંદર બનાવે છે