ગણેશોત્સવ પૂરો થવામાં છે અને હવે નવરાત્રિ, દશેરા-દિવાળી આવી રહ્યા છે
જો તમે પણ આ તહેવાર પર હટકે લૂક ટ્રાય કરવા માંગતા હોવ તો આજે અમે અહીં તમારા માટે કેટલાક ઓપ્શન્સ લઈને આવ્યા છીએ
ઓનમ પર એક્ટ્રેસના આ ટ્રેડિશનલ લૂક ચોક્કસ જ તમને સેન્ટર ઓફ અટ્રેક્શન બનાવવામાં મદદરૂપ સાબિત થશે
સાંઈ પલ્લવીએ પહેરેલી આ ઓફ વ્હાઈટ, ગોલ્ડન બોર્ડરવાળી સાડી ચોક્કસ ટ્રાય કરવી જોઈએ, આ સાથે ગોલ્ડન જ્વેલરી ટ્રાય કરી શકો છો
જો તમે સાડીને બદલે ચણિયા-ચોળી પહેરવા માંગતા હોવ તો જ્હાન્વી કપૂરનો આ લૂક ટ્રાય કરો, ડબલ લેયરવાળો આ લહેંગો બેસ્ટ ઓપ્શન છે
રશ્મિકા મંદાનાની ઓર્ગેન્ઝા સિલ્કની ગોલ્ડન કલરની સાડી પણ ડિફરન્ટ લૂક આપશે, આ સાડી સાથે મિનીમલ જ્વેલરી કેરી કરી શકાય છે
દીપિકા પદુકોણની જરી વર્કવાળી બનારસી સાડી પણ તમને એકદમ ફેસ્ટિવ લૂક આપશે
માલવિકા મોહનની આ ઓફ વ્હાઈટ કલરની ગોલ્ડન બોર્ડરવાળી સાડી પણ ટ્રાય કરી શકો છો
જરી વર્કવાળી રીગલ આઈવરી સાડીમાં સામંથા પ્રભુ એકદમ સુંદર દેખાઈ રહી છે, તમારે પણ આ લૂક ચોક્કસ ટ્રાય કરવો જોઈએ
ગોલ્ડન કલરની સાડીમાં શોભિતા ધૂલીપાલા એકદમ લાજવાબ લાગી રહી છે, જે તમને દિવાળી પર ગ્લેમરસ લૂક આપશે