જે લોકો સાત કે આઠ કલાક ડેસ્ક્ પર બેસે છે, તેમની આંખો સતત સ્ક્રીન પર ચોંટેલી રહે છે.
આનાથી આંખો અને મન બન્ને થાકે છે. ડિજિટલ યુગની સાથે ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાંની આ એક છે.
આ માટે થોડી થોડી વારે આંખો-શરીર માટે અમુક કસરતો કરવી જરૂરી છે, પણ તમારો મૂડ ફ્રેશ થાય તે માટે આ કરો
જો તમારી પોતાની ડેસ્ક હોય તો તેના પર તમે આ પ્લાન્ટ્સ રાખી શકો છો. જે મેઈનટેઈન કરવા પણ સરળ છે.
ZZ Plant: આ પ્લાન્ટને વધારે પાણીની જરૂર નથી અને ઓછા સૂર્યપ્રકાશમાં રૂમની અંદર પણ ખિલી ઉઠે છે.
Zebra Cactus: ક્યૂટ લાગતો આ પ્લાન્ટ દેખાવે સુંદર છે અને મેઈનટેઈન કરવો ઘણો સહેલો હતો
Jade plant: ઑવેલ શેપના લીલાછમ પાંદડા અને અલગ દેખાતો પ્લાન્ટ ડેસ્કની શોભા વધારશે અને સૂર્યપ્રકાશથી દૂર પણ ફ્રેશ રહે છે.
Snake Plant: જેમને ડેસ્ક પર થોડો અલગ લૂક રાખવો ગમતો હોય તેમની માટે બેસ્ટ પ્લાન્ટ છે. આ પ્લાન્ટને તમારે ટ્રિમિંગ કરવાનો રહે છે.
Aloe Vera: વાતાવરણને ફ્રેશ કરતો આ પ્લાન્ટ સૂર્યપ્રકાશ અને થોડી કેર માગે છે, પરંતુ સાથે તમે તેને સ્કીનકેર માટે પણ ઉપયોગમાં લઈ શકો છો
આ તમામ પ્લાન્ટ્સ પર્યાવરણની દૃષ્ટિએ પણ સારા છે અને આંખ સામે હરિયાળી હોવી એ એક પ્રકારની કરસત છે.