વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો...
આપણા વડીલો હંમેશા આપણને નરણા કોઠેપલાળેલી બદામ ખાવાની સલાહ આપતા હોય છે.
પલાળેલી બદામમાંથી એન્ઝાઇમ લિપેઝ મુક્ત થાય છે, જે તેને પચવામાં સરળ બનાવે છે.
બદામને પલાળીને છોલીને ખાવાથી શરીર તેના પોષક તત્વોને સારી રીતે શોષી શકે છે
વિટામિન-ઈથી ભરપૂર પલાળેલી બદામ યાદશક્તિ વધારે છે, મગજના સ્વાસ્થ્યને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે.
તેમાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે જે ખાવાની તૃષ્ણા કમ કરીને વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
રાત્રે બદામને પલાળીને સવારે ખાવાથી હ્રદય પણ સ્વસ્થ રહે છે.
બદામ ડાયેટરી ફાયબરથી ભરપૂર હોવાથી બ્લડ સુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
પલાળેલી બદામમાં હાજર રિબોફ્લેવિન અને પોટેશિયમ શરીરમાં ઉર્જા વધારે છે અને તમે અનર્જીથી ભરપૂર રહો છો
પલાળેલી બદામમાં વિટામિન A,E,B12,ઓમેગા 3 અને 6 ફેટી એસિડ અને મેગ્નેશિયમ હોય છે. તે વાળ ખરતા ઘટાડે છે.
તેમાં રહેલુ વિટામિન-ઈ, ઝીંક આંખોને લગતી સમસ્યાઓને દૂર કરે છે અને રેટિનાને સ્વસ્થ રાખે છે.
તેમાં વિટામિન-ઈ, મેગ્નેશિયમ, પ્રોટીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે ત્વચા પર ગ્લો લાવે છે.