રવિવારે અમદાવાદમાં હાર્દિક હાર્યો એ પહેલાં ફૅન્સનો ‘શિકાર’ થયો
ડૉગીએ રોમાંચક રમત અટકાવી ત્યાં પ્રેક્ષકોએ મોકો જોઈને....
મુંબઈના કૅપ્ટન હાર્દિકની ફીરકી ઉતારવાનું શરૂ કરી દીધું
જબરો ડૉગી મહિલા પોલીસ, સલામતી રક્ષકને થાપ આપીને દોડતો રહ્યો
હાર્દિકે પણ ડૉગીને રોકવા ઘણી કોશિશ કરી, પેલો બીજી દિશામાં ભાગ્યો
મિલર ત્યારે બૅટિંગમાં હતો અને હાર્દિકે તેને કંટ્રોલમાં રાખવાનો હતો
રોહિત અને બુમરાહ શ્વાનવાળી ઘટનાને પોતાની પૉઝિશન પરથી જોતા રહ્યા
ડૉગી જ્યારે ગુજરાતના ભૂતપૂર્વ સુકાની હાર્દિકની નજીકથી દોડ્યો ત્યારે...
એક સ્ટૅન્ડમાંથી પ્રેક્ષકોએ ‘હાર્દિક...હાર્દિક...’ બૂમો પાડી
ડૉગી બાબતમાં ક્રિકેટપ્રેમીએ પોસ્ટ કરેલા વીડિયોના ટાઇટલમાં લખ્યું...
‘આ ડૉગીની અંદર રહેલો મેસી બહાર આવી ગયો લાગે છે!’