દરેક માનુની અંદરખાને ઈચ્છા તો હોય જ કે તે સૌથી સુંદર દેખાય અને આ માટે તેઓ અલગ અલગ નુસખા પણ અપનાવે છે
જો તમને પણ વધુ યુવાન અને સુંદર દેખાવવું છે તો આજે અમે અહીં તમારી આ સમસ્યાનો ઉકેલ લઈને આવ્યા છીએ
હોઠ એ ચહેરા પરનો આંખો પછીનો સૌથી મહત્વનો પાર્ટ છે એટલે તેનો ખાસ ખ્યાલ રાખવું તો બનતા હૈ બોસ
તમે તમારી મેકઅપ કિટમાં આ પાંચ શેડ્સની લિપસ્ટિક એડ કરશો એટલે તમારી ઉંમર થંભી જશે તમારે ચહેરો ચાંદ કા ટુકડા બની જશે
ચાલો જોઈએ કયા છે આ પાંચ શેડ્સ...
ન્યુડ શેડ્સઃ આ શેડ્સ કોઈ પણ ઈવેન્ટ માટે નેચરલ લૂક આપે છે. ઓફિસ, કોલેજ કે કેઝ્યુઅલ તમામ પર ન્યુડ શેડ્સ ખૂબ જ પરફેક્ટ લાગે છે
પીચ કલરઃ પીચ કલર દરેક સ્કીન ટોન પર શોભી ઉઠે છે. રોમેન્ટિક શેડ ચહેરાને એકદમ તરોતાજા બનાવે છે અને ઉંમરને પણ છુપાવે છે
કોપર બ્રાઉનઃ આ શેડ તમામ ઉંમરની માનુની પર સૂટ થાય છે. બહુ ડાર્ક નહીં અને બહુ લાઈટ નહીં એવો આ શેડ કોઈ પણ ઈવેન્ટ માટે પિક્ચર પરફેક્ટ છે
રોઝ પિંકઃ રોઝ પિંક એક એવો શેડ છે જે દરેક સ્કીન ટોનને મેચ કરે છે. તમે યુવાન દેખાવવા માંગતા હોવ તો આ શેડ તમારી કિટમાં હોવો જોઈએ
ડીપ રેડઃ દરેક માનુનીના લિપસ્ટિક કલેક્શનમાં આ શેડ તો હોવો જ જોઈએ, હોઠને સુંદર બનાવવાની સાથે સાથે બોલ્ડ અને અટ્રેક્ટિવ લૂક આપે છે