Heatwaveથી પોતાની જાતને કઈ રીતે બચાવશો? 

હવામાન ખાતા દ્વારા આગામી કેટલાક દિવસો માટે Heatwaveની આગાહી કરી છે

આગામી પંદર દિવસ સુધી ઉષ્ણતામાન આવું રહેવાની આગાહી પણ કરવામાં આવી છે

દરમિયાન તમે પણ જો તમારી જાતને લૂથી બચાવવા માંગો છો?

તો અમે અહીં તમારા માટે કેટલીક કામની અને મહત્ત્વની ટિપ્સ લઈને આવ્યા છીએ

અહીં જણાવવામાં આવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે હીટવેવથી રક્ષણ મેળવી શકો છો

હાઈડ્રેટેડ રહોઃ આ સમયે શક્ય હોય એટલું વધુમાં વધુ પ્રવાહી જેમ કે લીંબુ પાણી, છાશ, શેરડીનો રસ પીવાનું રાખો

હળવા કપડાં પહેરોઃ હીટવેવથી બચવા માટે હળવા, સુતરાઉ અને ઢીલા તેમજ લાઈટ રંગના કપડાં પહેરો

ઘરને ઠંડુ રાખોઃ બપોરના સમયે ઘરે ઠંડુ રાખવા બારી-બારણા પર જાડા પડદાં કે બ્લાઈન્ડ્સ લગાવો

આ સમયે ઘરથી બહાર ના નીકળોઃ સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી ખૂબ જ ગરમી પડે છે આ સમયે બહાર જવાનું ટાળો

બીમાર અને વૃદ્ધોનું રાખો ખાસ ધ્યાનઃ હીટવેવ દરમિયાન વૃદ્ધો અને બીમાર લોકોનું ખાસ ધ્યાન રાખો