તમારું શરીર ખરેખર સ્વસ્થ છે કે નહીં તે અમુક સમયાંતરે ચેક કરવું જરૂરી છે.

આ માટે તમારે દર વખતે મોંઘાદાટ ટેસ્ટ કરાવવાની જરૂર નથી, તમારા દરેક અંગો તમને સંકેત આપે છે કે તમે ફીટ છો કે નહીં

આ સંકેતો વિશે અમે તમને જણાવીશું પછી તમે જ તમારી ફીટનેસ ટેસ્ટ લઈ શકશો

પેશાબનો રંગઃ જો તમને ઘાટા પીળા રંગનો પેશાબ આવતો હોય તો તમે કિડનીની સમસ્યા ધરાવો છો અથવા તમારે વધારે હાઈડ્રેટ રહેવાની જરૂર છે.

રેગ્યુલર બાઉલ મુવમેન્ટઃ જો તમે નિયમિપણે મળત્યાગ કરો છો એટલે કે પેટ સાફ આવે છે તો તે તમારા સ્વસ્થ હોવાની ખૂબ જ મહત્વની કડી છે

પાચન શરીરને સ્વસ્થ રાખવા માટે સૌથી વધારે જરૂરી છે અને તમારી રેગ્યુલર બાઉલ મુવમેન્ટ તમને આ સંકેત આપે છે

નરમ, ગુલાબી હોઠઃ આ માત્ર સૌંદર્ય જ નથી વધારતા સ્વસ્થતાની નિશાની છે. હાઈડ્રેટ હોઠ બતાવે કે તમારા શરીરમાં વિટામિન અને મિનરલ્સ યોગ્ય માત્રામાં છે.

સૂકા, ફાટી ગયેલા હોઠ બતાવે છે કે તમે ડિહાઈડ્રેટેડ છો અને તમારી ત્વચાને પોષણ મળી રહ્યું નથી

હેલ્ધી વેટઃ ન ઓછું ન વધું. વજન માપસર ટકી રહેવું સારા શારીરિક અને સારા માનસિક સ્વાસ્થ્યની નિશાની છે.

વજનમાં વારંવાર ઉતાર-ચઢાવ મેટાબોલિઝમમાં વિકાર હોવાનું દર્શાવે છે. તમારા શરીર-મનની આંતરિક તંદુરસ્તી નબળી હોવાના પણ સંકેતો છે

નખ અને વાળ-તમારા વાળ ખરતા નથી અને નખ તૂટતા નથી તો માનજો કે તમે તંદુરસ્ત છે. નખ અને વાળનું તૂટવું વિટામિન અને મિનરલ્સની કમી દર્શાવે છે.

આ તમામ પ્રાથમિક સંકેતો છે તમારી તંદુરસ્તીના, પરંતુ જો તમને પેરાશાની થાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.