અમિતાભ બચ્ચને ઐશ્વર્યાને ક્યારે વહુ તરીકે નથી જોઈ, અમારા માટે અઘરું હતું સ્વીકારવું કે...
બચ્ચન પરિવાર હાલમાં પારિવારિક વિખવાદને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં છે
આ બધા વચ્ચે બચ્ચન પરિવારના જ સભ્ય દ્વારા વર્ષો પહેલાં આપવામાં આવેલું આ નિવેદન ચર્ચામાં છે
આ નિવેદન જયા બચ્ચને આપ્યું હતું, કારણ જોહરના શો કોફી વિથ કરણ શોમાં, આવો જોઈએ શું છે આ પાછળનું કારણ-
વાત જાણે એમ છે કે જયાએ શો પર કહ્યું હતું કે જ્યારે શ્વેતા બચ્ચનના લગ્ન થયા ત્યારે અમિતાભના જીવનમાં એક ખાલીપો આવી ગયો હતો
ત્યાર બાદ અભિષેક અને ઐશ્વર્યા લગ્ન થઈ ગયા અને ઘરમાં ઐશ્વર્યા વહુ બનીને આવી
ઐશ્વર્યા ઘરે આવવાથી અમિતાભ બચ્ચનના જીવનમાં અવેલો એ ખાલીપો દૂર થઈ ગયો
ઐશ્વર્યામાં અમે લોકોએ હમેંશા એક વહુ નહીં પણ દીકરી જ જોઈ છે, તેઓ જ્યારે પણ ઐશને જુએ છે ત્યારે એકદમ ખુશ થઈ જાય છે
ઐશ્વર્યાએ અમારા જીવનમાં એ જગ્યા ભરી દીધી હતી, જે શ્વેતાના જવાથી ખાલી પડી ગઈ હતી
અમારા માટે ખૂબ જ અઘરું હતું એ વાત સાથે એડજેસ્ટ કરવું કે શ્વેતા હવે બીજા ઘરે છે અને તે બચ્ચન નથી
પરંતુ ઐશ્વર્યાએ અમારા જીવનમાં આવીને એની જગ્યા ભરીને એની કમી પૂરી કરી છે