અંબાણીઝના આ લિટલ સ્ટારે મહેફિલમાં લગાવ્યા ચાર ચાંદ...
અનંત અંબાણી અને રાધિકા અંબાણીના પ્રિ-વેડિંગ ફંક્શનમાં મોટેરાંઓ તો પોતાના લૂકથી મહેફિલ સજાવી રહ્યા છે
પરંતુ અંબાણી પરિવારના લિટલ સ્ટાર ગણાતા ટાબરિયાઓ પણ પાછળ નહોતા રહ્યા
અંબાણી પરિવારની આ ચોથી પેઢીએ ફંક્શનમાં પોતાની ક્યૂટ અદાઓ અને લૂકથી લાઈમલાઈટ ચોરી લીધી હતી
આકાશ અંબાણી અને ઈશા અંબાણીના સંતાનો અત્યારથી જ પેપ્ઝને ફેવરેટ બની ગયા છે
ઈશા અંબાણીના ટ્વીન્સ કૃષ્ણા અને આદિયાએ પાર્ટીની થીમ પ્રમાણે જ કપડાં પહેરીને મામા અનંતના ફંક્શનમાં મોજ કરી હતી
આદિયાએ નાનકડો ચાંદલો, ગળામાં મળા અને હાથના બંગડી પહેરીને મોરના ઈંડાને ચિતરવા ન પડે એ સાબિત કરી આપ્યું છે
જ્યારે કૃષ્ણા પણ ઓરેન્જ કલરના આઉટફિટમાં આઉટસ્ટેન્ડિંગ લાગી રહ્યો હતો
આકાશ અને શ્લોકા અંબાણીના સંતાનો પણ પાર્ટીની થીમ પ્રમાણેના આઉટફિટ પહેર્યા હતા
શ્લોકાના દીકરા પૃથ્વીએ પણ ઓરેન્જ કલરનો કુર્તા પાયજામો પહેર્યો હતો તો દીકરી વેદાએ પિંક અને ઓરેન્જ કલરના ઘાઘરા ચોલી પહેર્યો હતો
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં માથા પર ક્લિપ પહેરીને આદિયા પપ્પા આકાશના ખોળામાં મસ્તી કરતી જોવા મળી હતી