અભિનેત્રી રેખા આજે 70 વર્ષની થઈ. સુંદર અને જાજરમાન એવી રેખાનો જાદુ આજે પણ એટલો જ ચાલે છે

રેખાનું મૂળ નામ ભાનુરેખા છે અને તે સાઉથ એક્ટર ગણેશન અને પુષ્પાવલીના લગ્ન પહેલાનું સંતાન છે

ફિલ્મ સાવન ભાદોથી બોલીવૂડમાં પગ મૂકનાર રેખા સ્ટાઈલ આઈકન અને ફેશન દીવા તરીકે તે સમયમાં પણ એટલી જ પ્રસિદ્ધ હતી

આથી તે ઘણી ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સની એમ્બેસેડ્ર કે મોડેલ રહી ચૂકી છે, તો આવો જોઈએ જવાન રેખાનો જલવો

લક્સ બ્રાન્ડને ખૂબ જ ખાસ હીરોઈનોએ એન્ડોર્સ કરી છે, રેખા તેમાની એક છે

રેખાની કરિયરનું સૌથી મોટું કેમ્પેઈન લેકમે સાથે રહ્યું છે. લેકમેને ભારતમાં મળેલી સફળતામાં રેખાની જાહેરાતોનો મોટો ફાળો છે

મહેન્દ્રા ફેબ્રીક્સની સાડીની રેખાની એડ જોશો તો એક આધુનિક ભારતીય મહિલા તમને દેખાશે, બ્યુટી અને સ્ટાઈલિંગનું પરફેક્ચ મેચિંગ

થોડા સમય પહેલા રેખા ટીવી ચેનલની સિરિયલ ગૂમ હૈ કિસીકે પ્યાર મે..ની એડમાં જોવા મળી હતી. તેના લોકપ્રિય ગીત ગાતા તેને આજે પણ જોવી ગમે તેમ છે.

રેખાને સ્નીકર્સ ચોકલેટબારની એડમાં પણ સૌ કોઈએ જોઈ છે. તે સમયે લગભગ 60 વર્ષ ઉપરની રેખા એટલી જ સુંદર લાગે છે

તાજેતરમાં આઈફા એવોર્ડમાં તેનું પર્ફોમન્સ જોઈ સૌ કોઈ આફરીન પોકારી ગયા હતા, 70 વર્ષની સોહામણી રેખાને હેપ્પી બર્થ ડે