કંગના રનૌતના થપ્પડ કાંડની નિંદા કરનાર કલાકારો
ચંડીગઢ એરપોર્ટ પર CISF કોન્સ્ટેબલે કંગના રનૌતને થપ્પડ મારી હતી
કોન્સ્ટેબલ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે અને તેની સામે FIR થઇ છે.
આ ઘટના બાદ બોલિવૂડ કલાકારો કંગનાના સમર્થનમાં આવ્યા છે
રવિના ટંડને કહ્યું હતું કે હિંસા અને ગુંડાગીરી સામે એક થવાનો સમય આવી ગયો છે
દેવોલિના ભટ્ટાચારીએ કહ્યું કે આવી ઘટના જાહેર વિશ્વાસનું ગંભીર ઉલ્લંઘન છે.
શેખર સુમને કહ્યું હતું કે કોઇને પણ આવો અનુભવ થવો ના જોઇએ
અનુપમ ખેરે કહ્યું હતું કે ભારતીય મહિલાઓએ આના પર પ્રતિક્રિયા આપવી જોઇએ
શબાના આઝમીએ કહ્યું હતું કે સુરક્ષાકર્મીઓ કાયદો હાથમાં લેશે તો કોઇ સુરક્ષિત નહીં રહી શકે
ઉર્ફી જાવેદે કહ્યું હતું કે હિંસા ક્યારેય વિરોધ માટેનો જવાબ ના હોઇ શકે
પીઢ અભિનેતા નાના પાટેકરે ઘટનાને વખોડી કાઢી હતી