ભારતની શાન છે આ 10 કેરી, તમે કેટલી ચાખી છે?

કેરીની ગણતરી ફળોના રાજા તરીકે કરવામાં આવે છે

 અને આપણે ત્યાં કેરી રસિયાઓની કોઈ કમી નથી

આજે અમે અહીં તમારા માટે 10 ફેમસ કેરીની જાત વિશે લઈને આવ્યા છીએ

અલ્ફાન્સો એ ગોવાની ફેમસ જાત છે અને તેનું નામ પોર્ટુગલ શાસક અલફાન્સો પરથી રાખવામાં આવ્યું છે

ચૌસા એ હિમાચલ અને યુપીમાં થાય છે અને શેરશાહ સૂરીએ આ કેરીને ચૌસા નામ આપ્યું હતું

દસહરી યુપીમાં થતી સૌથી વધુ થતી અને ખવાતી  કેરી છે

હાફૂસ એ મહારાષ્ટ્રની શાન છે અને આ કેરી ખૂબ જ સ્વાદિષ્ટ અને રસાળ હોય છે

પશ્ચિમ બંગાળમાં થતી હિમસાગર કેરી દેખાવમાં ગ્રીન હોવા છતાં પણ ખાવામાં મીઠ્ઠી હોય છે

 ગુજરાતની કેસર કેરી તો ખૂબ જ પ્રખ્યાત છે અને તેના કેસરી રંગને કારણે આ નામ આપવામાં આવ્યું છે

યુપી, બિહારમાં મળતી આ લંગડા કેરી આકારમાં ખૂબ જ મોટી અને ખાવામાં મીઠી હોય છે

સફેદા કેરી યુપીના અનેક વિસ્તારમાં લોકો ખૂબ જ સ્વાદથી ખાય છે

સ્વર્ણ રેખા કેરી મોટાભાગે ઓડિશામાં થાય છે અને તેનો રંગ ગુલાબી હોય છે

તોતાપુરી કેરી મોટા ભાગે કર્ણાટકમાં થાય છે અને તેનો આકાર બાકીની કેરી કરતા ખૂબ જ અલગ હોય છે