પર્સમાં રાખો પાંચ વસ્તુ, નહીં વર્તાય પૈસાની તંગી...
પર્સ નાની હોય કે મોટી, દરેકની એવી ઈચ્છા હોય છે કે તેની પર્સ હંમેશા પૈસાથી ભરેલી રહે
પણ ઘણી વખત એવું બને છે કે ગમે એટલી મહેનત કરો, પણ પૈસા પર્સમાં ટકતા જ નથી
વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ છે કે જેને પર્સમાં રાખવું શુભ માનવામાં આવે છે
એટલું જ નહીં પણ આવું કરવાથી આર્થિક તંગી દૂર થાય છે અને ભાગ્યનો સાથ મળે છે
આવો જોઈએ કઈ છે એ પાંચ વસ્તુઓ કે જેને પર્સમાં કે વોલેટમાં રાખીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો
પર્સમાં ફેમિલી ફોટો રાખો, આવું કરવાથી તમારા પૈસા ખોટા માર્ગે નહીં ખર્ચાય
આ સિવાય પર્સમાં હંમેશા પૈસા વ્યસ્થિત રીતે રાખો, તેને વાળી-ચોળીને ના રાખો
પર્સમાં સોના કે પિત્તળનો ધાતુનો ટૂકડો રાખી મૂકો, આ ટૂકડાને દર ગુરુવારે ગંગાજળથી ધોઈ પાછું પર્સમાં મૂકો
પર્સમાં બિનજરૂરી કાગળિયા ના મૂકશો, આવું કરવાથી પૈસાનો વ્યય થાય છે
રાશિ સાથે સંકળાયેલી કોઈ એક વસ્તુ તમારા પર્સ કે વોલેટમાં રાખી મૂકો, જે તમને ખૂબ જ મદદ કરશે