ચીફ ઇલેક્શન કમિશનરનું લોકસભાની ચૂંટણી વિશે અપડેટ
ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી. હવે ચૂંટણીનો સમય આવી ગયો છે. લોકસભાની ચૂંટણી પર સહુની નજર છે. સાત ચરણમાં ચૂંટણી થશે. સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી કરાવવી એ મોટો પડકાર છે. ચૂંટણી પર્વ બધા માટે ગર્વનું પળ છે. આ વખતે 21.5 કરોડ યુવા મતદાતા મતદાન કરશે.
1.82 કરોડ મતદાતા પહેલી વાર મતદાન કરશે. કુલ 97 ( 47.1 કરોડ મહિલા મતદાતા, 49.7 કરોડ પૂરુષ મતદાતા)) લોકો મતદાન કરશે. 1.5 કરોડ ચૂંટણી અધિકારીઓ કામ પર લાગ્યા છે.
દરેક બુથ પર પીવાના પાણી, શૌચાલય, વોટર ફેલિસિટેશન સેન્ટર, ઢાળ ચઢવા માટે રેમ્પ, મેડિકલ ફેસિલીટી જેવી તમામ પ્રાથમિક વ્યવસ્થા મોજૂદ રહેશે. 85થી વધુ ઉંમરના લોકોના ઘરે જઇને મત લેવામાં આવશે. દેશભરમાં આ વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. દેશમાં હાલમાં 82 લાખ મતદાતા 85 વર્ષથી વધુ ઉંમરના છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે દેશના બધા લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જ્યાં માત્ર 5, 10 મતદાતા છે એવી જગ્યાએ પણ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે અને મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેથી દરેકે મતદાનમાં ભાગ લેવો જ જોઇએ અને મતદાન કરવું જ જોઇએ.
ચૂંટણી માટે 10.5 લાખ પોલીંગ સ્ટેશન ઊભા કરાશે અને 55 લાખ ઇવીએમનો ઉપયોગ થશે.
દરેક મતદાતાને ઉમેદવારના કેવાયસી, તેની સંપત્તિ જાણવાનો અધિકાર છે. ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ધરાવતા ઉમેદવારને શા માટે ઉમેદવારી આપવામાં આવી તેનું કારણ પણ જણાવવવું પડશે. મતદાન માટે ફ્રીબીઝની જાહેરાત કરનારાઓ સામે પણ સખત પગલા લેવાશે.